માનવનિકેતન ટ્રસ્ટના સંચાલન હેઠળ લવાણા મુકામે જુન-ર૦૦૧ થી ધોરણ- પ થી ૭ ની ગુજરાતી માધ્યમની સ્વનિર્ભર શ્રી સરસ્વતી પ્રાથમિક શાળાના નામથી પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવેલ. પ્રથમ વર્ષ ધોરણ-૭ માં ૧૭ ધોરણ-૬ માં ર૭ અને ધોરણ-પ માં ૩૭ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પ્રવેશ મેળવેલ. જૂન-ર૦૦ર થી ધોરણ-૧ થી ૪ ની મંજુરી મળતાં ધોરણ-૧ થી ૭ ની શાળા કાર્યરત થયેલ અને ક્રમશ: દરેક ધોરણના બબ્બે વર્ગોની માન્યતા મળતાં અંદાજીત ૭પ૦ જેટલા વિદ્યાર્થી ભાઈ/બહેનો અભ્યાસ કરવા માટે લવાણા તેમજ આજુબાજુના વીસેક ગામોના બાળકો શિક્ષાણનો લાભ મેળવે છે. પ્રાથમિક શાળા સ્વનિર્ભર હોવાથી દરેક સમાજના બાળકોને પોષાય તેવી ફી લેવામાં આવે છે. જે કંઈ ફીનું ધોરણ નકકી થાય છે તેમાં કોઈપણ સમાજની દિકરીઓ પાસેથી માત્ર અડધી ફી જ લેવામાં આવે છે.
શાળામાં પહેલા ધોરણથી અંગ્રેજી વિષયનું ફરજીયાત શિક્ષણ આપવામાં આવે છે તેમજ ધોરણ-પ થી કમ્પ્યુટર વિષયનું પણ ફરજીયાત શિક્ષણ આપવામાં આવે છે. સમયાંતરે દરેક ધોરણના દરેક વિષયનાં ટેસ્ટ લેવામાં આવે છે. શાળામાં શિક્ષણ કાર્ય સાથે સાથે અન્ય ઘણી બધી પ્રવૃતિઓમાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ભાગ લેતા હોય છે. જેવી કે વિજ્ઞાનમેળા પ્રદર્શન, નવોદયની પરીક્ષા, ચિત્ર, હિન્દી, સંસ્કૃત, ગાયત્રી પરિવાર, સ્વામી વિવેકાનંદ, રમત - ગમત, સાંસ્કૃતિક પ્રવુત્તિ અને યુવક મહોત્સવ જેવી અનેક વિવિધ પ્રવુત્તિઓ કરવામાં આવે છે. આ શાળાના ઉમદા અને કર્તવ્ય નિષ્ઠ કર્મયોગી શિક્ષકો દ્રારા મુલ્યવાન અને ઉચ્ચ સંસ્કારોના સિંચનથી ભરપુર માર્ગદર્શન આપવામાં આવે છે.
શાળામાં બાળકો માટે રમત-ગમત માટે વિશાળ મેદાનની સુવિધા, સેનિટેશન માટે હવા-ઉજાસવાળું સુસ્વચ્છ સેનિટેશન બ્લોકની સગવડ, શાળાના પોતાની માલિકીના પાણીના બોર દ્રારા શુધ્ધ તાજા પાણીની સગવડ, પ્રાથમિક સારવાર માટે શાળા કેમ્પસમાં જ દવાખાનાની સગવડ,વાંચનાલય માટે વિશાળ લાયબ્રેરી, વિજ્ઞાન પ્રયોગો માટે પ્રયોગશાળાની સગવડ, રમત-ગમત માટે તમામ જરૂરી રમત-ગમતના સાધનોની સગવડ, પર્યાવરણ જાળવણી માટે ફુલઝાડથી સુશોભિત વિશાળ બાગ-બગીચો. આ શાળા આ વિસ્તાર માટે ઉત્તમ શિક્ષણ માટેનું એક નજરાણું કહી શકાય. આ શાળામાં અભ્યાસ માટે આજુબાજુના લગભગ વીસથી પચ્ચીસ ગામોના બાળકો પોતાની રીતે વાહન વ્યવહારની સગવડ કરીને અભ્યાસનો લાભ મેળવે છે.
કોઈપણ સમાજના ગરીબ, મધ્યમવર્ગના ખેતમજુર, વિધવા ત્યકતા કે અનાથ બાળકોને મફત શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. શાળામાં કાર્યરત કર્મયોગી શિક્ષણગણ સરકારશ્રી દ્રારા નકકી કરેલ ધારાધોરણ તેમજ ઉચ્ચ શૈક્ષાણિક લાયકાત સાથે યોગ્ય લાયકાત ધરાવતા માન્યતા પ્રાપ્ત કર્મયોગીની જ નિયમોનુસાર નિમણુક આપવામાં આવે છે. જરૂરિયાત મંદ અભ્યાસમાં નબળા બાળકોને કોઈપણ જાતની વધારાની ફી કે ટયુશન ફી લીધા વગર જરૂરીયાત પ્રમાણે સમયાંતરે વધારાના કોચિંગ વર્ગો દ્રારા શિક્ષણ આપવામાં આવે છે.
શિક્ષણ કાર્યની સાથે સાથે પરીક્ષા પધ્ધતિમાં પણ ખુબ તકેદારી રાખીને યોગ્ય મૂલ્યાંકન પધ્ધતિ દ્રારા પરીક્ષા કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે.શાળાના સમગ્ર વહીવટીય તેમજ શૈક્ષાણિક પ્રવૃતિઓ ઉપર શાળાના સંચાલક અને મંડળના પ્રમુખશ્રી ડૉ.યુ.કે.રાજપૂત રોજે રોજનું સતત નિરિક્ષાણ કરીને સમગ્ર શાળાના કાર્ય ઉપર નિરિક્ષણ રાખી જરૂરી સતત માર્ગદર્શન પુરું પાડે છે. જે આ શાળાના વિકાસ માટે પોતાનું મોટામાં મોટું યોગદાન છે. શાળાના સમગ્ર વિકાસમાં મંડળ તેમજ આજુબાજુના તમામ સમાજોનુ ખૂબ જ મોટું યોગદાન છે.